કેશોદ નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર પાંચ માં પોલીસ સ્ટેશન સામે મયુર માર્કેટ માં રોડ નું ખાત મહુર્ત કરાયું!

કેશોદ પોલીસ સ્ટેશન સામે વોર્ડ નંબર પાંચ મયુર માર્કેટ વિસ્તાર માં આજરોજ નગરપાલ્લિકા દ્વારા અગાઉ ની રજુઆતો ના પગલે સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આજરોજ રોડ નું ખાતમહુર્ત કેશોદ 88 મત વિસ્તાર ના ધારાસભ્ય દેવા માલમ, નગર સેવા સદન પ્રમુખ મેહુલ ગોંડલીયા,નગર પાલિકા ચીફ ઓફિસર મુકેશ વાઘેલા,ન. પા. સુપ્રીટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણી તેમજ ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વિસ્તાર ના લોકો સાથે મળી આજના દિવસે ખાતમહુર્ત કરવામાં આવેલ હતું
તેમજ ચીફ ઓફિસર ના જણાવ્યા પ્રમાણે અન્ય શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધા ના કામો છે તે પણ હાલ હાથ ધરવામાં આવેલ છે જેથી વિવિધ વિસ્તારો માં સુવિધા માં વધારો થાય તેવા કામો ને વેગ મળે તેવા હાલ તમામ જગ્યાઓ પર ખાતમહુર્ત કરવામાં આવી રહ્યા છે કેશોદ નગર પાલિકા દ્વારા કેશોદ ના શહેરી જનો ને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે નગર પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ મયુર માર્કેટ વિસ્તાર ના રોડ ને અંદાજીત નવ લાખ જેવા માતબર ખર્ચે બનાવવામાં આવશે

અહેવાલ : રાવલિયા મધુ કેશોદ