કેશોદ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોક ડાયરો યોજાયો.

કેશોદ નગર સેવા સદન અને ગુજરાત સરકાર દ્વારા એક સ્વચ્છતા સંદેશ આપતો લોક ડાયરો કેશોદ ના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો
ડાયરા ના કલાકારો દ્વારા તમામ પ્રકાર ના ગીતો માં ફક્ત એક જ સંદેશ અપાયો કે તમારી નજીક તમેજ કચરો ના કરો અને જોતા હોય તો કચરો ના કરવા દો .
શહેર ને ખુબજ ચોખ્ખુ રાખવાથી ઘણા બધા ફાયદાઓ છે તે સમજ હોવા છતાં પણ આપણી જવાબદારી શુ એ ભૂલી અને રસ્તા વચ્ચે કચરો કરતા લોકો જોવા મળતા હોય છે ત્યારે ભારત ના વડાપ્રધાન થી લઈ કેશોદ નગર પાલિકા સુધી એકજ સંદેશ અપાઈ રહ્યો છે સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાત અને મારું ગામ સ્વચ્છ ગામ ના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો અને
સ્વચ્છતા મુદ્દે કેશોદ નગર પાલિકા ચીફ ઓફિસર તેમજ અન્ય હાજર રહેલા તમામ લોકો એ વિશ્વાસ વ્યક્ત કરેલ હતો કે હું મારું ગામ ચોક્કસ રળિયામણું બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપીશ
આ કાર્યક્રમ માં કેશોદ નગર સેવા સદન ના તમામ કર્મચારીઓ સફાઈ કામદારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા હતા.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)