કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નું અધધ ભાડું રખાતા ઉઠયો વિરોધ…

કેશોદ

Advertisement

ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫૨૧.૦૪ લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ ના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નામકરણ પણ કરેલ છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં સેન્ટ્રલ એરકન્ડિશન, ૩૫૬ ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવેલ છે. સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નવોદિત કલાકારો, કલા રસિકો અને કલાકારો ને માટે એક પ્લેટફોર્મ બની રહેશે તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ વાર્ષિક કાર્યક્રમો યોજશે એવી આશા હતી ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા અધધધ છ કલાકના વીસ હજાર રૂપિયા જેવું ભાડું નક્કી કરતાં તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી અને જુનાગઢ જીલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા 5.20 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત ટાઉનહોલનું લોકાર્પણ કર્યું ત્યારે જણાવ્યું હતું કે ટાઉનહોલ આવનારા દિવસમાં કેશોદના નગરજનો માટે સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે પરંતુ સતાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલ ભાડાની રકમ થી નિરાશા વ્યાપી ગઈ છે. કેશોદના સામાજિક અગ્રણી આગેવાન હરસુખભાઈ સિધ્ધપરા દ્વારા વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ના હોદેદારો તથા નગર શ્રેષ્ઠીઓ ની સહી કરાવી અસહ્ય ભાડું ઘટાડવા લેખિતમાં રજુઆત કરી માંગણી કરી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)

Advertisement