કેશોદ નગરપાલિકાના ઓલિમ્પિક સેલ્ફી પોઈન્ટ માં કેન્દ્રીય ખેલ મંત્રી સાંસદ ગુમ ચાહકોમાં નારાજગી.

કેશોદ

કેશોદ નગરપાલિકા કચેરીમાં પેરીસમાં ખેલાઈ રહેલા ઓલિમ્પિક ૨૦૨૪ ના ભારતીય ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા કચેરીમાં રાખવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ માં અરજદારો અને શહેરીજનો પોતાનો ફોટો પાડી સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી ગૌરવ અનુભવે એવો હેતુ છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ ઓલિમ્પિક ૨૦૨૪ ના સેલ્ફી પોઈન્ટ માં કેશોદ મતવિસ્તારમાંથી વિજેતા થયેલાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર ઉપરાંત ખેલ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા ની તસ્વીર ન હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા ના ચાહકોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

યસ્શવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા ને કેન્દ્રીય ખેલ મંત્રી બનાવી ભારતમાં યોજાનાર ઓલિમ્પિક ની સફળતા માટેની જવાબદારી સોંપી છે ત્યારે તેઓના મતવિસ્તારમાં અવગણના કરવામાં આવતાં રોષ ભભૂકી ઉઠયો છે. કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી નો ફોટો રાખેલ છે ત્યારે ઓલિમ્પિક રમતોમાં ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરી ચંદ્રકો મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગૌરવ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કેશોદ મતવિસ્તારના સાંસદ અને ખેલ મંત્રી મનસુખભાઈ માંડવીયા ને સેલ્ફી પોઈન્ટ માં બાદબાકી કરવા પાછળ આંતરિક જુથવાદ કે ખેચાખેચી થી નિર્ણય લેવામાં આવ્યો હોય તો દુઃખદ બાબત કહેવાય રમતગમત ક્ષેત્રમાં ખેલદિલી હોવી જોઈએ.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)