કેશોદ ના મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા ધોરણ 10અને 12 ના તેજસ્વી તારલાઓ ને સન્માનિત કર્યા…

કેશોદ:

કેશોદ ના મોબાઈલ વેપારી એસોસિયન દ્વારા દર વર્ષે કેશોદ તાલુકા લેવલે ફસ્ટ સેકન્ડ અને થર્ડ આવનાર તારલાઓ ને સન્માનિત કરવામાં આવે છે…

કેશોદ ના મોબાઈલ વ્યાપારી એસોસિયેશન ના તમામ વિક્રેતા ઓ ના સહયોગ થી એસોસિયન દ્વારા દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ, દ્વિતીય ,અને તૃતીય ક્રમે આવનાર કેશોદ ના તેજસવી તારલાઓ નો ઉત્સાહ માં વધારો થાય અને ભણતર માં રુચિ વધે તેવા શુભ આશય સાથે દર વખતે આ એસોસિયન દ્વારા તમામ વિદ્યાર્થી ઓ જે પ્રથમ આવ્યા હોય તેને તેમના પરિવાર જનો ને સાથે રાખી સન્માનિત કરતા હોય છે ત્યારે આ વખતે પણ પરીક્ષાઓ નો રાઉન્ડ પૂર્ણ થઈ બંને ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝર્ટ આવી ગયા બાદ સન્માન સમારંભ નું આયોજન કેશોદ ના આંબાવાડી ખાતે લોહાણા વિદ્યાર્થી ભવન હોલ ખાતે રાખવામાં આવેલ હતું.

 

જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેશોદ ના પ્રથમ નાગરિક અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રમુખ તેમજ સૌ લોકો ના મિત્ર એવા મેહુલ ગોંડલીયા એ હાજરી આપી.

તેમજ ઉપપ્રમુખ પુત્ર ચિરાગ ભોપાળા, કેશોદ ના વ્યાપારી અગ્રણી ડાયાલાલ વેકરિયા , સાગર બોરડ ,વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ વિશાલ સોલંકી , અને લખન કામરીયા ,મહેશ પાનસૂરિયા,નિખિલ ઠાકર,પ્રવીણ ભલારા તેમજ જલારામ મંદિર ના ટ્રસ્ટી રમેશ ભાઈ રતન ધાયરા ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ મહેમાનો નું શાબ્દિક તેમજ પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન તેમજ આવનાર મહેમાનો દ્વારા પોતાના વક્તવ્યો બાદ વિદ્યાર્થી સન્માન નો કાર્યક્રમ શરૂ કરાયો હતો અને લાસ્ટ માં આવનાર સૌ અતિથિઓ તેમજ વિદ્યર્થીઓ અને મહેમાનો નો આભાર કેશોદ મોબાઈલ વ્યાપારી એસોસિયન ના પ્રમુખ રાજુ બોદર દ્વારા આભાર વ્યકત કર્યો હતો સન્માન સમારંભ બાદ સૌ લોકો મળી ભોજન પ્રસાદ સાથે લીધો હતો.

કેશોદ મોબાઈલ વ્યાપારી એસોસિયેશન દ્વારા હર શાલ કાર્યક્રમ યોજાય છે..

તમામ કાર્યક્રમ નું સફળ સંચાલન કેશોદ તાલુકાના બાહોશ અને સૌ ના સાથીદાર પ્રોફેસર ભુપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ હતું

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)