કેશોદ પાલિકા તંત્ર ને તૂટી ગયેલા ટાંકા રીપેર કરવા ટાઈમ. નથી કે ગ્રાન્ટ નથી….?

કેશોદ:

કેશોદ નગર પાલિકા દ્વારા ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચતું કરવા માટે ના ટેન્કરો તૂટી ગયેલી હાલત માં પાણી ની રોડ પર રેલમ છેલ લોકો માં ચર્ચાતો સળગતો સવાલ..

કેશોદ નગર પાલિકા દ્વારા ઉનાળા માં પાણી ની તંગી ને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા નલ સે જળ યોજના અમલ માં આવી ઘરે ઘરે નળ આવ્યા પણ પાણી તો ક્યાંક ના આવ્યા જેથી કોઈ પ્રશ્ન ઉભો ન થાય એ માટે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર ના ટેન્કર દ્વારા અમુક વિસ્તારો માં પાણી પહોંચતું કરવુ પડે એ જરૂરી છે ત્યારે બપોર બાદ મોડી રાત્રે પણ આ પાણી ન ટેન્કરો ચાલુ હોય છે તે ગામ માં નગર પાલિકા પ્રમુખ શ્રી ના માર્ગદર્શન હેઠળ સારી કામગીરી થઈ રહી છે પરંતુ આ એક મુદ્દે ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે પાણી નું ટેન્કર તૂટેલી હાલત માં જોવા મળી રહ્યા છે જે ભરી ને નીકળે ત્યારે આખો હોય પણ સ્થળ પર પહોંચતા 40%જેટલો હોય છે ત્યારે 60%પાણી નો વ્યય થતો હોય.

મોકલે આખું ટેન્કર અને મળે અડધું ટેન્કર તો વાંક કોનો પ્રમુખ નો કે પબ્લિક નો…..?

લોકો હાલ ઉનાળા માં પાણી માટે વલખા મારી રહ્યા છે પરંતુ કેશોદ નગર પાલિકા ના તૂટેલા ટેન્કરો ગામ ના રોડ ધોઈ રહ્યા છે ત્યારે લોકો માં એ ચર્ચાસ્પદ મુદ્દો જોવા મળ્યો હફો કે તમામ જગ્યાઓ પરથી વેરા વસુલાત કરવામાં આવી રહી છે ત્યારે તૂટેલા ટેન્કર રીપેર કરવા માટે શું ગ્રાન્ટ ની રાહ જોવાતી હશે કે પછી રોડ ધોવા માટે મજબૂરી હશે હાલ એ પણ વાતો એ વેગ પકડ્યો છે કે સરકાર દ્વારા નળ સે જળ યોજના વિશે વાત થતી હતી તે શું કાગળ પર જ રહેશે કે ઘર સુધી પહોંચશે તે સત્ય હશે કે કેમ એતો આવનાર સમય માં ખબર પડશે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)