કેશોદ પોલીસ ના એક કોન્સ્ટેબલ દ્વારા ઘર માં જઈ રમતા લોકો ને ધમકાવી પૈસા ખંખેરી જતા રહેવા ના આક્ષેપ.

કેશોદ

કેશોદના પ્રજાપતિ સોસાયટી ના પાછલા ભાગમાં રહેતા સાધુ સમાજ ના મોટી ઉંમર ના બે આધેડ પતિ પત્ની મા પતિ તેમના બંને પગે અપંગતા ધરાવે છે અને બન્ને પતિપત્ની માંદગી મા ઘેરાયેલા રહેતા હોય ત્યારે દવા નો ખર્ચ અને તેમનું ગુજરાન ચલાવવા કોઈ આવક નથી તેમને ટિફિન અને લોકો દ્વારા રાશન કીટ આપે ત્યારે પોતાનું ગુજરાન ચાલતું હોય ત્યારે તેમના ઘરે નજીક મા રહેતા મજૂરી કામ કરતા યુવાનો ટાઈમ પસાર કરવા તીન પતિ રમતા હશે તેવા સમયે કેશોદ પોલીસ સ્ટેશન માજ નોકરી કરતા એક બાહોશ કોન્ટેબલ ત્યાં જઈ બાપુ ના ઘર મા ઘુસી અને બેઠેલા બધા લોકો ની પાસેથી હતા એટલા પૈસા ખખેરી બાપુ ના ખિસ્સા માં પાંચસો ની નોટ મુંકી અને રમતા લોકો ને એક એક થપ્પડ મારી ત્યાંજ મૂકી ખીસ્સો ગરમ કરી આવતા રહયા ના સમાચાર મળી રહયા છે ત્યારે જો કોન્સ્ટેબલ સાહેબ રેઇડ જ કરવાજ ગયા હોય તો રમતા લોકો ને કેમ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ ના હતા અને તેમના નામની કોઈ પણ FIR પણ થયેલ નથી તેમનું કારણ શું….?

કેશોદ ના બાહોશ કોન્ટેબલે કાયદેસર રેઇડ કરી હોય તો આરોપીઓ ને ત્યાં જ કેમ છોડી દેવાયા..

આ બનાવ તા.25-7-2024 ના રોજ બનેલ હોય ત્યારે આ ખિસ્સો ગરમ કરવા પોગેલા કેશોદ ના બાહોશ કોન્સ્ટેબલ અંદાજીત કેટલા નો તોડ પાણી કર્યા ની વાત સત્ય છે કેટલો તોડ કર્યો છે એ તપાસ નો વિષય હોય પરંતુ આવા ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ પર કોઈ એક્સન કે નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવેતો તેમના નામ જોગ પણ પરદાફાસ કરવા મીડિયા મજબુર બનીશે…

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)