કેશોદ
કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેકટર પી આર બાલાસરા ને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાનાં અગતરાય ગામે બાગ વિસ્તારમાં ટીડાભાઈ નાથાભાઈ કોડીયાતર પોતાના કબજા ભોગવટાના ખંડેર જેવાં મકાનમાં બહારથી માણસો બોલાવી આર્થિક લાભ લેવા તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યાં છે માહિતીની ખરાઈ કરી ખાસ વોરન્ટ મેળવી પંચો બોલાવી સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેકટર પી આર બાલાસરા એએસઆઈ પી જી કોડીયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, અમરાભાઈ હામાભાઈ જુજીયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા, સંજયભાઈ પુંજાભાઈ ઓડેદરા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા બાતમીના સ્થળે પહોંચતાં કુંડાળું કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોય પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતાં જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ કરતાં ટીડાભાઈ નાથાભાઈ કોડીયાતર ઉમર વર્ષ ૫૨ રહેવાસી અગતરાય, નીલેશભાઈ લખમણભાઈ માકડીયા ઉમર વર્ષ ૨૪ રહેવાસી અગતરાય, અર્જુનભાઈ પરબતભાઈ રાઠોડ ઉમર વર્ષ ૨૮ રહેવાસી અગતરાય, વકતુભા પોપટભાઈ રાયજાદા ઉમર વર્ષ ૬૫ રહેવાસી પસવાડીયા, નારણભાઈ ઉર્ફે બાબુભાઈ નાથાભાઈ કોડીયાતર ઉમર વર્ષ ૪૫ રહેવાસી અગતરાય, પ્રકાશભાઈ મોહનભાઈ મારડીયા ઉમર વર્ષ ૪૭ રહેવાસી અગતરાય, અનિલભાઈ મોહનભાઈ દાફડા ઉમર વર્ષ ૨૯ રહેવાસી અગતરાય, દાનાભાઈ રાણાભાઈ ખાભલા ઉમર વર્ષ ૩૨ રહેવાસી અગતરાય, અજીમભાઈ હુસેનભાઈ હિગોરા ઉમર વર્ષ ૩૧ રહેવાસી અગતરાય, યુનુસભાઈ ઓસમાણભાઈ હિગોરા ઉમર વર્ષ ૩૮ રહેવાસી અગતરાય, અબ્દુલભાઈ ઉર્ફે કારો ઓસમાણભાઈ હિગોરા ઉમર વર્ષ ૩૫ રહેવાસી અગતરાય તીનપતીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૫૪,૮૦૦/- મોબાઈલ ફોન નંગ ૧૧ કિંમત રૂપિયા ૪૩૦૦૦/- મળી કુલ રૂપિયા ૯૭,૮૦૦/- સાથે અગીયાર જુગારીઓને ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)