કેશોદ પોલીસે દારૂના જથ્થા સાથે રૂપિયા ૫૫૬૦૦/- એકને ઝડપી લીધો.

કેશોદ

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુચના મુજબ ડીવાયએસપી બી સી ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને લિસ્ટેડ બુટલેગરોની હાલચાલ પર નજર રાખી દારૂની બદી નાથવા સુચના આપતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર એએસઆઈ વી એમ કોડિયાતર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટીયા જીઆરડી જવાન રવીભાઈ વેલજીભાઈ કોદાવાલા ને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ ફોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૫-સીએચ-૪૪૨૫ વાળો વંથલી દિલાવર નગર ખાતે રહેતો રસુલ હાજી લાડક પોતાના કબજા ભોગવટાની ફોર વ્હીલર કારમાં દેશી દારૂનો જથ્થો ભરી કેશોદ શહેરમાં આપવા એરપોર્ટ રોડ પરથી પસાર થનાર હોય માહિતી ની ખરાઈ કર બે પંચોને સાથે રાખી એરપોર્ટ રોડ પર રેલ્વે બ્રોડગેજ લાઈન નજીક કાચી સડક પર વોચમાં હતાં.ત્યારે સામેથી આવતી ફોર વ્હીલર કારચાલક પોલીસને જોઈ ગાડી ઉભી રાખી ખાડીમાં ભાગવાની કોશીષ કરતાં પીછો કરી કોર્ડન કરી ઝડપી પાડી પુછપરછ કરતાં પોતાનું નામ રસુલ હાજીભાઈ લાડક ઉમંર વર્ષ ૪૫ રહેવાસી દિલાવર નગર વંથલી હોવાનું જણાવ્યું હતું

પંચો રૂબરૂમાં ફોર વ્હીલર કારમાં તપાસ કરતાં પાછળની સીટ પર બે અલગ અલગ બાચકાં પડયા હતાં જેમાં દેશી દારૂના બુગીયા નંગ નંગ ૬ લીટર ૩૦ કિંમત રૂપિયા ૬૦૦/- ફોર વ્હીલર કાર કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા ૫૫૬૦૦/- સાથે આરોપી ની અટકાયત કરી ભારતીય ન્યાય સંહિતા કલમ ૬૫(ઈ), ૯૮(૨) હેઠળ ગુનો નોંધી પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેશી દારૂનો જથ્થો કોની પાસેથી લઈ કોને આપવાનો હતો તે અંગે કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)