કેશોદ
જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રોહીબીશન હેઠળ ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા વોચ રાખવા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા સુચના આપી હતી. લોકસભાની સામાન્ય ચુંટણી દરમિયાન બનાવવામાં આવેલ સર્વેલન્સ સ્કવોડ ને મળેલી માહિતી મુજબ કેશોદના ગાંધીનગર સોસાયટીમાં આશિષભાઈ ધનજીભાઈ વાધેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ આર્થિક લાભ મેળવવા વેચી રહ્યો છે ખરાઈ કરી ખાસ વોરન્ટ મેળવી બાતમીના સ્થળે પીએસઆઈ એસ કે મહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા પહોંચી ઘરમાં પ્રવેશ કરતાં એક શખ્સ હાજર હોય પંચો રૂબરૂ પુછપરછ કરતાં પોતાનું નામ આશિષભાઈ ધનજીભાઈ વાધેલા ઉમર વર્ષ ૩૨ જણાવ્યું હતું તેમને સાથે રાખીને ઘરમાં તપાસ કરતાં બાથરૂમમાં પ્લાસ્ટિકની ડોલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૧૬ મળી આવેલ પાસ પરમીટ માગતાં હતી નહિં વધુ પુછપરછ હાથ ધરવામાં આવતાં કેશોદના ઉતાવળીયા નદી કિનારે રહેતાં અતીકભાઈ અલ્લારખાભાઈ જેઠવા પાસેથી લાવતાં હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૧૬ કિંમત રૂપિયા ૧૬૦૦/- સાથે આશિષભાઈ ધનજીભાઈ વાધેલા ની અટક કરી દારૂ આપનાર અતીકભાઈ અલ્લારખાભાઈ જેઠવા બન્ને વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા ગાંધીનગર સોસાયટીમાં સફળ રેડ કરી મળેલી માહિતી મુજબ હિન્દુ સ્મશાન પાસે ઉતાવળીયા નદી કિનારે અતીકભાઈ અલ્લારખાભાઈ જેઠવા ના ઘરે પીએસઆઈ એસ કે મહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા ખાસ વોરન્ટ મેળવી પહોંચતા હાજર શખ્સની પુછપરછ કરતાં પોતાનું નામ અતીકભાઈ અલ્લારખાભાઈ જેઠવા ઉમર વર્ષ ૨૫ હોવાનું જણાવ્યું હતું ઘરની તપાસ હાથ ધરવામાં આવતાં કબાટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૩૨ મળી આવી હતી
જેની પાસ પરમીટ માગતાં હતી નહિ વધુ પુછપરછ કરતાં પોતે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રહેતાં મુકેશ સોલંકી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવતા હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૩૨ કિંમત રૂપિયા ૩૨૦૦/- સાથે અતીકભાઈ અલ્લારખાભાઈ જેઠવા અને મુકેશ સોલંકી બન્ને વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)