કેશોદ
ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ – કેશોદ ઉપરોક્ત ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ આજરોજ તા. 21-07-2024 ને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ આ રોપા વિતરણ માં વિવિધ પ્રકારના 1,050 રોપાનું વિતરણ કરવામાં આવેલ. જેમાં સીતાફળ, જામફળ, રાવણા, બદામ, આસોપાલવ, કોઠા, તુલસીજી, બોરસલી, બીલી, ગુલમહોર, સરૂ તેમજ પારિજાત, પારસપીપળો, કડવોલીમડો અને લાલ મહેંદી જેવા વિવિધ પ્રકારના ફળાઉ, ઔષધીય તેમજ છાંયડો આપતા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શનિવારના રોજ રાણીગપરા નર્સરી ખાતે રોપા ભરવા માટે અજાબ વનપાલ શ્રી પંકજભાઈ ગાધેના માર્ગદર્શન નીચે ભારત વિકાસ પરિષદના હિરેનભાઈ ચાવડા, હરેશભાઈ પંડ્યા, દીપ દવે, ચિંતન પનારા અને નિશાંત પુરોહિત દ્વારા રાણીગપરા નર્સરીના કર્મચારીઓને સાથે રાખી ટ્રેક્ટર માં રોપા ભરવામાં આવેલ. તેમજ રવિવારે સવારથી ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીર સિંહજી જાડેજા સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલ તન્ના તેમજ સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગીયાએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ભારત વિકાસ પરિષદના જગમાલભાઈ નંદાણીયા, ભુપેન્દ્રભાઈ જોશી, ઉષાકાન્તભાઈ ભટ્ટ, ડો.પ્રો. ગજેરા સાહેબ, જીતેન્દ્રભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર તેમજ પ્રકાશભાઈ ચાવડા અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના વિશાલભાઈ પાણખાણીયા એ રજીસ્ટ્રેશન ટેબલ ની જવાબદારી સંભાળેલ.
આ રોપાઓ કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વૃક્ષપ્રેમી જનતા દ્વારા લઈ જઈ તેમના નિવાસસ્થાન આજુબાજુ તેમજ ખેતર વાડીમાં વાવી તેમજ ઉછેર કરવામાં આવે તેવી ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ. આ વિતરણમાં અલગ અલગ એનજીઓ ના સદસ્યો તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી તેમજ મારું કેશોદ હરિયાળુ કેશોદ બને તેના માટે સૌએ ભેગા મળી ચિંતા સેવી હતી.
અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)