કેશોદ
કેશોદના એરપોર્ટ રોડ પર ગોકુલનગર આયોજિત નવરાત્રી મહોત્સવમાં માધવ ગરબી મંડળની બાળાઓ શરદપૂનમની રાત્રે સમાપનમાં અગ્રણી આગેવાનો ના હસ્તે કરવામાં આવી હતી. આધુનિકતા ના ઓઠા હેઠળ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગત નવરાત્રી મહોત્સવ ને બદલે ખૈલયાઓ અર્વાચીન ડિસ્કો ગરબી તરફ વળગ્યા છે ત્યારે ગોકુલનગર સોસાયટી આસપાસના યુવાનો દ્વારા વર્ષોથી પ્રાચીન કાળથી ઉજવવામાં આવતો નવરાત્રી મહોત્સવ માન મોભો અને મર્યાદા જળવાઈ એ રીતે ઉજવવામાં આવે છે. આધુનિકતાની દોડમાં યુવાનો આપણી સંસ્કૃતિ અને પરંપરાને છોડવામાં પાછા નથી પડતા, ત્યારે માધવ ગરબી મંડળના યુવાનો સંસ્કૃતિના જતન માટે કરી રહેલ મથામણ કાબીલેદાદ છે. શક્તિની ભક્તિ માટે ઉજવાતા દુનિયાના સૌથી લાંબા નૃત્યપર્વ નવરાત્રિ સાથે પરંપરાગત રીતે લ્હાણી ભેટ આપવાની પ્રથા સંકળાયેલી છે. બાળાઓને ‘કુમારિકા પૂજન’ તરીકે આ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું.નવરાત્રિ ઉત્સવ અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ભાવનાની ઉજાગર કરે છે અને સમાજમાં મહિલાઓની આગામી પેઢીના સંવર્ધન અને સશક્તિકરણના મહત્ત્વને પણ મજબૂત બનાવે છે. સૌરાષ્ટ્રના કદાવર લડાયક આગેવાન પ્રવિણભાઈ રામ, સોનલ ધામ માણકાધાર ના આઈમા કેશોદ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ જેન્તીભાઈ ધુળા, ક્રિષ્ના આહીર યુવક મંડળ પ્રમુખ મહેશ ડાંગર,મુકેશ વિરડા.વિપુલભાઈ ડી પુરોહિત સહિત નગરશ્રેષઠીઓ ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. કેશોદમાં આંગળી ના વેઢે ગણાય એટલી પ્રાચીન ગરબીઓ જીવીત છે ત્યારે ખાસ ચીત્રી ગામની રાસ મંડળીએ જોશભેર રાસ રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સમગ્ર નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા માધવ ગરબી મંડળના ગોવિંદ મયાત્રા સહિત ના આયોજકો યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યકમ નું સંચાલન ઉદઘોષક ડૉક્ટર ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)