કેશોદ રોટરી કલબ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયું.

કેશોદ:

કેશોદ રોટરી કલબ દ્વારા નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું.

રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેમાં બાળકો વિદ્યાર્થીઓ માટે ધમાલ ગલી જેમાં આપણી વિશરાયેલ રમતો, સિનિયર સિટીઝન માટે શ્રવણ યાત્રા, સમાજના દરેક વ્યક્તિ માટે સાઇકલોથોન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે.

ઘણા સામાન્ય પરિવારો ના બાળકો વધુ ભણી શકે તેવા શુભ આશય સાથે નું સહકાર રૂપી આયોજન…

આજરોજ કેશોદનાં વેરાવળ રોડ પર આવેલ લીંબુ શોપ પાસે રોટરી કલબ ઓફ ઇન્ડિયા કેશોદ શાખા દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુબજ મોંઘા ચોપડાને લઇને સામાન્ય પરીવાર માટે મોંઘા પુસ્તકો પરવડતા નથી તેના અનુસંધાને રોટરી કલબ કેશોદ શાખા દ્વારા ખુબજ રાહત દરે સારા પેઇજ વાળી નોટ્સ બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)