કેશોદ
શ્રી કેશોદ સોશ્યલ ગ્રુપ દ્વારા કેશોદ ત્થા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોતાની કર્મભૂમિ બનાવી સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી સમાજને યોગ્ય રાહ આપ્યો છે એવા વડીલો ને ઘરે પહોંચી ટ્રસ્ટીઓ અને હોદેદારો દ્વારા વડીલ વંદના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પરસોતમભાઈ હરિભાઈ ઠુબર નું ચંદન, અક્ષત, ફુલહાર, શાલ ત્થા સન્માન પત્ર અર્પણ કરી પરસોતમભાઈ ઠુબર દ્વારા કરેલાં કાર્યો બદલ આદરપૂર્વક કૃતજ્ઞતા વ્યકત કરી હતી. વડીલ વંદના કાર્યક્રમમાં ઠુબર પરિવારના લલિતાબેન ઠુબર, પ્રકાશભાઈ ઠુબર,આરતીબેન ઠુબર,હાર્દિબેન ઠુબર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સન્માનીય પરસોતમભાઈ હરિભાઈ ઠુબર નો જન્મ તારીખ ૧/૧૨/૧૯૩૧ મા થયેલો શૈક્ષણિક કાર્ય અધુરું છોડી કાપડની દુકાનમાં કામ કરતાં કરતાં અંગ્રેજી ભાષાનું સ્વઅધ્યન થી પારંગતતા મેળવી દેના બેક ઈન્સોરન્સ અને ત્યારબાદ ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે વ્યવસાયિક કારર્કિદી પ્રારંભ કરી આઠમાં વર્ષે ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. કેશોદ લેઉવા પટેલ સમાજ આર્થિક સામાજિક વ્યવસાયિક અને કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં સધ્ધરતા ધરાવતાં હોય આમછતાં જ્ઞાતિમાં સ્વાભિમાન જાગૃતતા એકતા અને સુધારાવાદી વલણ અંગે સાથે બેસીને છત્રછાયા નો અભાવ દુર કરવા વર્ષ ૧૯૫૪ મા શરદચોક ખાતે લેઉવા પટેલ સમાજ બનાવવા પ્રારંભ થી પૂર્ણતા સુધીના ચડાઉ ઉતારનો સામનો કરી કાર્ય પુર્ણ કર્યું હતું. ત્યારબાદ કન્યા કેળવણી માટે છાત્રાલય સાથે શૈક્ષણિક સંકુલ બનાવવા જમીન ખરીદી પ્રારંભ થી પૂર્ણતા એ પહોચાડ્યું હતું.
વર્ષ ૧૯૭૧ મા બિનજરૂરી આર્થિક ખર્ચાઓ બચાવવા સમુહલગ્ન નો પ્રારંભ કરી આઠ વર્ષ સુધી સેવાઓ પ્રદાન કરી હતી. તદ્ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી સિધ્ધિ સભર જીવનયાત્રામાં અમુલ્ય યોગદાન ધર્મપત્ની લલિતાબેન ઠુબર ની હુંફ અને સહારો મહત્વનો રહ્યો હતો. નિવૃત્તિ બાદ પરસોતમભાઈ હરિભાઈ ઠુબર પુત્રો પુત્રવધૂઓ અને પૌત્રો સાથે રાજકોટ ખાતે જીવન વિતાવી રહ્યાં છે. શ્રી કેશોદ સોશ્યલ ગ્રુપ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ ઠકરાર, પ્રોફેસર મેઘનાથી, ચીમનભાઈ વણપરીયા, સમીરભાઈ વસાવડા, યશવંતભાઈ વાઘેલા, નીલેશભાઈ રાખોલિયા, ધર્મેશભાઈ ઠુબર હાજર રહ્યાં હતાં અને પરસોતમભાઈ હરિભાઈ ઠુબર દ્વારા પોતાના સંસ્મરણો યાદ કરી વાગોળ્યા હતાં.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)