જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલ સેફ્ટી સેમિનાર યોજાયો. કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત વિગતો અને માર્ગદર્શન પણ એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા આપવામાં આવી હતી. શાળામાં ૯૫૨ વિદ્યાર્થીનિઓ તથા શાળાના સ્ટાફને ડેમો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ સ્કૂલ સેફ્ટી સેમિનાર દરમિયાન કેશોદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી કે.ડી.રાઠોડ એન.ડી.આર.એફ. ટીમના કમાન્ડર શ્રી કૈલાશા બાથમ, શાળાના આચાર્યાશ્રી મંજુલાબેન ભીમાણી, અને શિક્ષકોએ હાજરી આપી હતી.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)