કેશોદના અજાબ ગામનાં સરપંચ દ્વારા આરટીઆઈ એકટીવિષ્ટ ને ધમકાવતાં પોલીસના શરણે.

કેશોદ

કેશોદ તાલુકાનાં અજાબ ગ્રામ પંચાયત ના જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી અધિકાર ૨૦૦૫ હેઠળ જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ દ્વારા માહિતી માગવામાં આવતાં અજાબ ગામનાં સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા ફરિયાદીના ભાઈના કારખાને પહોંચી ધમકી આપી હોય જેના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. અજાબ ગ્રામ પંચાયત કોઈને કોઈ કારણોસર વિવાદોમાં આવે છે થોડાં મહિના પહેલાં ખનીજ ચોરીની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ નોંધાયેલી ફરિયાદ હેઠળ ખાણખનીજ વિભાગ દ્વારા દંડ વસુલ કરવા નોટિસ ફટકારી હતી. કેશોદના અજાબ ગામે આવેલ સરકારી દવાખાનામાં સ્ટાફ કવાર્ટર જર્જરીત હોય ઈમલો પાડવામાં આવેલ જે બાબતે ફરિયાદ થયા બાદ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી પાછળથી અભેરાઈએ સમગ્ર પ્રકરણ ચડી ગયેલ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અજાબ ગ્રામ પંચાયત ને લોકોની સુખાકારી માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ લોન ફાળવવામાં આવ્યા બાદ કરવામાં આવતાં કામમાં ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર થયાનું ધ્યાને આવતાં આરટીઆઈ એકટીવિષ્ટ દ્વારા માહિતી માગવામાં આવતાં ધાકધમકી આપી લોકશાહી નું હનન અને લોકતંત્ર ને મનમાની કરવાનું યંત્ર બનાવી દેવામાં આવતાં વિરોધ વંટોળ ઉભો થયો છે. કેશોદ તાલુકાનાં ત્રેપન ગામોમાં અજાબ મોટી વસ્તી ધરાવતું ગામ હોય રાજકીય રીતે નિર્ણાયક ભૂમિકા ભજવવા ની નિર્ણાયક વોટ બેંક ધરાવતું ગામ હોવાથી પદાધિકારીઓને રાજકીય પીઠબળ આપોઆપ મળી જાય છે. કેશોદ વિધાનસભા ની ચૂંટણી સમયે સર્જાયેલા રાજકીય ભુકંપ થી જુદાં સમીકરણો રચાયાં હતાં જયારે લોકસભાની ચૂંટણી આવતાં ઘરવાપસી અને ભરતી મેળો યોજાતાં ફરીથી રાજકીય સમીકરણો બદલાઈ જતાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક રાજકીય દખલગીરી અને પીઠબળ ને કારણે વિવાદો સર્જાઈ રહ્યાં છે. થોડા દિવસો પહેલાં શેરગઢ ગામનાં આરટીઆઈ એકટીવિષ્ટ ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી જેના કારણે પોતાનાં પર જીવલેણ હુમલો થાય એ પહેલાં કેશોદ પોલીસ સ્ટેશનમાં જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ એ લેખિતમાં ફરિયાદ કરી છે. પંચાયત વિભાગમાં રાજકીય દબાણ હેઠળ નકકર કાર્યવાહી હાથ ધરવાને બદલે એકબીજાને ખો આપવામાં આવતાં વિવાદો સર્જાઈ રહ્યાં છે ત્યારે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નહિ તો કોઈ આઘાતજનક બનાવ બનશે તો નવાઈ નહીં રહે….

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)