પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના ૪૦ દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા ગાનનો ધાર્મિક , પરંપરાગત કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે હોળી-ધૂળેટી સુધી સળંગ ૪૦ દિવસ વિવિધ સ્થળોએ હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિમય ભજનો, ગીતો ગવાય છે અને હોળી પર્વને એક જીવંત પર્વ બનાવી દેવાય છે,
વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી-રસિયાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વ્રજભુમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગ છાંટીને રમ્યા હતા. તેમની યાદમાં સમગ્ર વ્રજભુમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે. એકબીજા પર પુષ્પવર્ષા કરીને ફૂલથી હોળી રમવામાં આવે છે, કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા ગૌરી પેલેસ ખાતે આજરોજ હોળી રસિયા નો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વોદય પાસે આવેલ હવેલીના માધુરી બેટીજી પધારેલા હતા,
સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણને ફુલહાર તથા આરતી કરીને કરવામાં આવી હતી કાર્યક્રમના યજમાન ભાવનાબેન વિઠલાણી દ્વારા માધુરી બેટીજીનું પુષ્પમાલીયા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોળી રસિયા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો બેટીજી અને બહેનો દ્વારા હોળી રશિયાના ગીતો ગાવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં પધારેલા વૈષ્ણવ બહેનો દ્વારા બેટી જઈને ફૂલોની વર્ષા કરવામાં આવી હતી તેમજ બહેનો દ્વારા પણ ફૂલો દ્વારા હોળી રમવામાં આવી હતી ગૌરી પેલેસના ધારાબેન વિઠલાણી તથા જ્યોત્સનાબેન ના જણાવ્યા મુજબ કાર્યક્રમના અંતે દરેક વૈષ્ણવ ભક્ત બહેનોને પ્રસાદ વહેંચવામાં આવેલ હતો
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ, જૂનાગઢ)