કેશોદના એપાર્ટમેન્ટમાં વોકીંગ કરી રહેલ યુવતી અગાશી પરથી નીચે પટકાતા આબાદ બચાવ.

કેશોદ

કેશોદના અમૃત નગર નારાયણનગર મેઈન રોડ પર આવેલાં કલ્પતરુ એપાર્ટમેન્ટમાં રહેતાં મહેશભાઈ કક્કડ ની દીકરી ઈશિતા છઠ્ઠા માળે વોકીંગ કરી રહી હતી ત્યારે આકસ્મિક રીતે પગ લપસી પડતાં માનસિક સ્વસ્થ ન હોય શરીરનું સમતોલન ગુમાવી દેતાં જાહેર રસ્તા પર નીચે પટકાઈ હતી ત્યારે પીજીવીસીએલ ની પસાર થતી એલટી લાઈન અને હેગીગ વાયરમા અટવાઈ જતાં એલટી લાઈન તુટી જતાં શોટ સર્કિટ થવાથી આગ લાગી હતી. અચાનક લાઈટ ગુલ થતાં આગ લાગતાં આસપાસના રહીશો અને રાહદારીઓ એકઠાં થઈ ગયાં હતાં. કેશોદના અમૃત નગર નારાયણનગર મેઈન રોડ પર આવેલ કલ્પતરુ એપાર્ટમેન્ટમાં રહેતી ઈશિતા મહેશભાઈ કક્કડ ને તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને કુદરતી રીતે યુવતીનો આબાદ બચાવ થયો હતો. પીજીવીસીએલ ની એલટી લાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી બંધ થઈ ગયેલ વીજ પ્રવાહ પીજીવીસીએલ ના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તુરંત જ પૂર્વવત કર્યો હતો.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)