કેશોદના કેવદ્રા ગામે પિતા બન્યો શૈતાન, સગીર પુત્રી સાથે દુષ્કર્મ – પોક્સો હેઠળ ગુનો નોંધાયો

કેશોદ (અહેવાલ: રાવલિયા મધુ):
કેશોદના કેવદ્રા ગામે એક નરાધમ પિતાએ પોતાની જ સગીર પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતાનું પિતૃત્વ ભૂલી નરાધમએ દીકરીને ઘરમાં તથા અન્ય સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ધમકીના કારણે દીકરી એકંદર ચુપ રહી, પરંતુ છેલ્લે હિમ્મત કરીને પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

આમ, કેશોદ પોલીસ સ્ટેશને પીડિતાની ફરીયાદના આધારે પિતા વિરુદ્ધ ભાજપ સંહિતા કલમ 64(2)(F), 64(2)(M), 65(1), 351(3) અને પોક્સો અધિનિયમ હેઠળ કલમ 4, 5(લ)(એન), 6, 8, 12 મુજબ ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ડીવાયએસપી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર પી.એ. જાદવ, કોન્સ્ટેબલ સંજયસિંહ ઝાલા અને રોહિતભાઈ ભંભાણાએ તપાસની કામગીરી ઝડપી કરી છે. આરોપીને ઝડપવા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે.