*વિદાય સમારંભમાં હૃદય દ્રાવક દ્રશ્ય જોવા મળ્યા* મંજુબેન ભીમાણી શાળામાં શિક્ષક તરીકે જોડાઈને આચાર્ય સુધીની 31 વર્ષની શૈક્ષણિક સફર પૂર્ણ કરી* આજરોજ કેશોદની શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મંજુબેન ભીમાણી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીડી વાછાણી કન્યા વિદ્યાલયની પાંચ શાખા ના ટ્રસ્ટીઓ સીડી લાડાણી સાહેબ, જયેશભાઈ લાડાણી, ભરતભાઈ વડારિયા તથા દરેક સંસ્થા ના આચાર્ય તથા સ્ટાફગણ ની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટીઓ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.
આ વિદાય સમારંભમા જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય પ્રવચન આપવામાં આવી રહ્યું હતું ત્યારે દીકરીઓ ધુસ્કે ધુસકે રડી પડી હતી ટ્રસ્ટીઓ દ્વારા મંજુબેન ના 31 વર્ષના કાર્યકાળની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી સંસ્થામાં ભણતી દીકરીઓને પોતાની જ દીકરીઓ માનીને કાર્ય કરેલું છે તેવું ટ્રસ્ટીઓ દ્વારા વાત કરવામાં આવી હતી આ તકે વિદાય લઈ રહેલા મંજુબેન ભીમાણીએ જણાવેલ કે 7 ઓગસ્ટ 93 માં શિક્ષક તરીકે જોડાયેલ અને ત્યારબાદ આઠ માર્ચ 2007 થી પ્રિન્સિપાલ તરીકે ની સેવા બજાવેલ હતી આ દરમિયાન મને શ્રેષ્ઠ આચાર્યનો મારી એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા 2018 માં આપવામાં આવ્યો હતો આમ તો હું આ સંસ્થાની દીકરી તરીકે જોડાઈ હતી અને માવતર ના ઘરેથી દીકરી વિદાય લેતી નથી .
વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ તથા ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મોરી સાહેબ, ભુવા સાહેબ, વગેરે દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)