કેશોદ
કેશોદ થી પાંચ કિલોમીટર દૂર આવેલા રાણેકપરા ગામે ડુંગર પર હિન્દુ મુસ્લિમ ભાઈ બહેન ની ત્રાંગળશા પીર ની દરગાહ આવેલી છે અને દર વર્ષે ભાદરવા માસમાં પહેલાં સોમવારે ઉર્ષ મેળો ભરાય છે આસપાસના વિસ્તારોમાં થી ભાવિકો ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. ગત વર્ષે ત્રાંગળશા પીર ના યોજાયેલા ઉર્ષ મેળામાં દરગાહ પર નિશાન ચડાવતી વખતે મુંજાવરો વચ્ચે બબાલના પગલે પોલીસ દ્વારા મેળો બંધ કરાવવામાં આવ્યો હતો.કેશોદ ત્રાંગળશા પીરની દરગાહ સાથે આસ્થા અને શ્રદ્ધાના તાંતણે બંધાયેલો મુસ્લિમ સમાજ દર વર્ષે કેશોદ ત્રાંગળશા પીરના દરગાહ પર વર્ષોથી ઉજવણી કરતો આવ્યો છે.ત્યારે ગત વર્ષે ત્રાંગળશા પીર ઉર્ષ મેળામાં દરગાહ પર નિશાન ચડાવતી વખતે મુંજાવરો વચ્ચે માથાકૂટ નો બનાવ બન્યો હતો. બીજી તરફ દરગાહ ને લઈ પણ ઘણા વર્ષોથી વિવાદનો કેસ ચાલી રહ્યો છે ત્યારે દરગાહ ના વિવાદ ને લઈ કોર્ટ માં મામલો હોય અને વર્ષોથી દરગાહ ને લઇ મુજાવર પરીવાર ના વાદી પ્રતિવાદી વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ હતી અને મૂંઝાવરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કેશોદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સિવિલ તે ખસેડવામાં આવ્યો હતો .ઘર્ષણ થતાં પોલીસે મેળો બંધ કરાવ્યો હતો. આ વર્ષે ત્રાંગળશા પીર ની દરગાહના મુંજાવરો ઈબ્રાહિમશા મહોબતશા, મહોબતશા ઈબ્રાહિમશા ઉર્ફે હનીફ બાપુ અને અસ્લમશા ઈબ્રાહિમશા દ્વારા પત્રિકા બહાર પાડી તારીખ ૮/૯/૨૦૨૪ અને તારીખ ૯/૯/૨૦૨૪ ના રોજ ત્રાંગળશા પીર ની દરગાહ ખાતે ઉર્ષ મેળો યોજાશે અને સૌને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. કેશોદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ધ્યાને લઈ કોઈ પ્રકારની મંજૂરી આપી નથી અને કેશોદ ઓલ મુસ્લિમ જમાતના પ્રમુખ ઈશાભાઈ ઠેબા દાતારી દ્વારા લેખિત નિવેદન આપી ત્રાંગળશા પીર ની દરગાહ ખાતે ઉર્ષ મેળો યોજાશે નહિ જેથી કોઈ ખોટી અફવાઓ વિષે સાચું માનવું નહીં. ત્રાંગળશા પીર ની દરગાહ ખાતે દિવેલ ચડાવવા દર્શન કરવા મહેંદી ની રસમ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રાંગળશા પીર ની દરગાહના મુંજાવરો અને કેશોદ ઓલ મુસ્લિમ જમાત દ્વારા જુદા જુદા નિવેદનો વચ્ચે કેશોદ વહીવટી તંત્ર દ્વારા મેળો બંધ હોવાની કડક સુચના આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ત્રાંગળશા પીર ની દરગાહ ખાતે ગત વર્ષે અંદરોઅંદર મુંજાવરો વચ્ચે થયેલી છુટા હાથની લોહીયાળ મારામારી ની ઘટના થી ઉર્ષ મેળો યોજાય એવી કોઈ સંભાવનાઓ જણાતી નથી ત્યારે હિન્દુ મુસ્લિમ ની આસ્થાના ત્રાંગળશા પીર ની દરગાહ ખાતે ભાદરવા માસના પહેલાં સોમવારે શું થશે એ અંગે તર્કવિતર્કો ચર્ચાઈ રહ્યાં છે.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)