📌 વિશાલ પ્રતાપભાઈ ચાવડા (ઉ.વ. 25) ની આત્મહત્યા
📌 પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, સુસાઈડ નોટ મળી આવી પરંતુ સ્પષ્ટ કારણ નહીં જણાય
📌 પોસ્ટમોર્ટમ માટે જામનગર પેનલ PM માટે ખસેડાયો
🔹 ઘટના વિગત:
કેશોદ તાલુકાના બાલાગામ ખાતે રહેતા અને ગીર સોમનાથ જિલ્લાના વતની વિશાલ પ્રતાપભાઈ ચાવડાએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓએ બનાવ અંગે કેશોદ પોલીસને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
🔹 મુખ્ય મુદ્દા:
🔸 લાશે અંદાજિત બે દિવસ જૂની હોવાનો અંદાજ
🔸 સુસાઈડ નોટ મળી આવી, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ નથી
🔸 કેશોદ સબ-ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં PM કર્યા બાદ વધુ તપાસ માટે જામનગર ખસેડાયું
📌 આ ઘટનાના કારણે ગાંમના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. કેશોદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
📝 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ