કેશોદ
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને કેશોદના મકસુદ ચોક વિસ્તારમાં રહેતાં માહીરભાઈ મુસાભાઈ મહીડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવા વાત કરતાં યુવાન પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતાં યુવાનનાં પિતા મુસાભાઈ મહીડા અને પુત્ર માહીરભાઈ મુસાભાઈ મહીડા એ યુવતીને ભુડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં લગ્નની આપેલી લાલચ પુરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતાં યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ સમક્ષ પોતાની આપવીતી સંભળાવતાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨)(એમ) , ૬૯,૨૯૬,૩૫૧(૩), ૫૪, એટ્રોસીટી એકટ કલમ ૩(૧) (ડબલ્યુ), ૩(૨) (૫), ૩(૧) (આર) ( એસ) હેઠળ માહીરભાઈ મુસાભાઈ મહીડા અને મુસાભાઈ મહીડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરનાર પિતા પુત્ર માહીરભાઈ મુસાભાઈ મહીડા અને મુસાભાઈ મહીડા ને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)