*કેશોદના સોંદરડા ગામે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત*
માણાવદર ના રહીશ અલતાફ હુસેન ભાઈ દેથા અને તેમના સાથી મિત્ર રમેશભાઈ અમરશી ભાઈ મકવાણા બાબરા તરફ થી તરબૂચ લઈ માણાવદર પરત ફરતા કેશોદ અને સૌંદરડા વચ્ચે
સોમનાથ નખત્રાણા રૂટની એસટી બસે બાઇકને પાછળથી હડફેટે લેતાં બાઈક સવાર બંને વ્યકિત ફંગોળાતાં તાત્કાલિક ધોરણે 108 મારફત કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા બાઇક ચાલક અલતાફ ભાઈ ને પગ માં ફેક્ચર થઈ ગયું હતું…..
*એસ ટી ચાલક ની બેદરકારી ના કારણે લોકો મુક્યા મુશ્કેલી માં…*
વધુ વિગતો જોતા એસ.ટી.ચાલકો ની એટલી હદે બેદરકારી વધી રહી છે કે નાના બાઇક ચાલકો ને તો ધ્યાને પણ લેતા નથી અને આવા તો રાત્રી દરમ્યાન અવાર નવાર એક્સિડન્ટ ના બનાવ બને છે ત્યારે હાલ ના એક્સિડન્ટ ને જોતા અલતાફ ભાઈ પોતે કમાઈ ત્યારે ઘર ચાલે છે તો હાલ તેમને ફેક્ચર થતા તેમના ઘર ની જવાબદારી કોણ લેશે…?
*ઘણાજ એક્સિડન્ટ માં પોલીસ કેસ થાય છે પરંતુ જીવ ગુમાવનાર લોકો ના પરિવાર ને ન્યાય ક્યારે મળે…*
સરકારી બસ ના એક્સિડન્ટ માં હાલ જે ખર્ચ થાય તે પોતાના ખર્ચે સારવાર કરી સાજા થવાનું રહે અથવા સરકાર દ્વારા વધુ પ્રોબ્લેમ હોય તો PMJY કાર્ડ પર થઈ શકે પરંતુ એવો કોઈ નિયમ છે કે એક્સિડન્ટ થાય અને તેમના ઘર માં કમાવવા વળી વ્યક્તિ નું એક્સિડન્ટ થાય તેમના ઘર ની આવક ની જવાબદારી કોણ લેશે તે પણ લોકો માં ચર્ચાતો એક મુદ્દો છે…
હાલ આ મુદ્દે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા ચાલી રહી છે…
અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )