કેશોદની આંગણવાડી માં પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી.

કેશોદ

કેશોદના આલાપ કોલોનીમાં આવેલ આંગણવાડીમાં કેન્દ્ર 3,4,37,44,50 નાં સંયુક્ત ઉપક્રમે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, આરોગ્ય સુપર વાઈઝર સવિતાબેન ડાકી, c.d. p. o. શ્રધ્ધા રાજપૂત વગેરે મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, પુષ્પગુચ્છ થી પ્રમુખ મેહુલ ગોંડલિયાનું સ્વાગત આંગણવાડી નાં સંચાલિકા હંસા બહેન દ્વારા કરવામાં આવેલ

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓ, બાળકો , સગર્ભા સ્ત્રીઓ વગેરે માં કુપોષણ જોવા મળે છે જેના માટે તેઓમાં જાગૃતિ લાવી પોષણ ક્ષમ ખોરાક સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ કરી તેઓને પોષણ પૂરું પાડવાનો હતો. મોદીજીએ આપેલ શુત્ર મુજબ એક પેર મા કે નામ અંતર્ગત મેહુલ ગોંડલિયા તથા આંગણ વાડીની બહેનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સુપર વાઇઝર સવિતાબેન ડાકી, અંજના બેન જોરા, ખટારિયા ઉમાબેન, ચુડાસમા પારુલ બેન ભારે જહેમત ઉઠાવી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)