કેશોદ
કેશોદ શહેર શૈક્ષણિક ક્ષેત્રે સારી શાળાઓ કોલેજોના કારણે શૈક્ષણિક હબ બની રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પોતાના વ્હાલસોયા બાળકો ને અભ્યાસ માટે કેશોદ શહેર પસંદ કરવા લાગ્યા છે. ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પોતાના વ્હાલસોયા બાળકો ને રહેવા જમવા અને અભ્યાસ કરી શકે એવી સરકાર દ્વારા સહાય મેળવતી અને વિવિધ જ્ઞાતિ સમાજની છાત્રાલયો પણ આવેલી છે. કેશોદના વણકર વાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલય આવેલ છે જયાં દશેક દિવસ પહેલાં રસ્તા પર મોટરસાયકલ બંધ પડી જતાં કીક મારતાં મારતાં ભુડી ગાળો બોલતાં શખ્સને સંચાલક ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયા એ ગાળો બોલવાની ના પાડવા છતાં કેફી પીણું પીધું હોય સંચાલકે બારી દરવાજા બંધ કરી દીધાં હતાં.
બાઈક ચાલક યુવાનના પિતાને ફરિયાદ કરતાં સમજાવી આપવાની ખાત્રી આપતાં કન્યા છાત્રાલય ના સંચાલકે કિસ્સો પુરો થયાનું માન્યું હતું એવામાં રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં દશેક દિવસ પહેલાંની ઘટનાનો રાગદ્વેષ રાખી કેશોદના વણકર વાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલય ખાતે આવી મોડીરાત્રે દરવાજો ખોલવા લોખંડના પાઈપ વડે મારતાં સંચાલક મોટી ઉમરનાં સીનીયર સીટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયાએ મોડીરાત્રે દારૂડિયાને સમજાવવાનું ટાળી દરવાજો ન ખોલતાં લોખંડના પાઈપ વડે બારીઓના કાચ તોડી ભુડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. કેશોદના વણકર વાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલયના સંચાલક મોટી ઉમરનાં સીનીયર સીટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અનુ પ્રવિણભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લેખિતમાં ફરિયાદ કરી છે. સીનીયર સીટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયા નિવૃત્ત થયા બાદ પોતાનો અભ્યાસ અને અનુભવ દીકરીઓ ના ઘડતર કેળવણી પાછળ વાપરી સદઉપયોગ કરવા ઈચ્છતા હોય ત્યારે લુખ્ખાઓ દ્વારા ત્રાસ આપી દહેશત ફેલાવવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સીનીયર સીટીઝન માટે ખુબજ ચિંતીત હોય એવામાં કેશોદ પોલીસ દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા સમયમાં ખબર પડશે…
અહેવાલ :- રાવલિયા મધુ કેશોદ