કેશોદ
કેશોદના બસસ્ટેન્ડ પાસે મહેશ નગર વિસ્તારમાં આવેલ જી ડી વાછાણી કન્યા વિધાલય માં અભ્યાસ કરતી વીસેક વિધાર્થીનીઓ ને અચાનક ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્ર્વાસ રુધાવા લાગતાં પાંચેક વિધાર્થીનીઓ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અન્ય અસરગ્રસ્ત વિધાર્થીનીઓ ને ઘરે મોકલી આપવામાં આવી હતી. ગત મંગળવારે જી ડી વાછાણી કન્યા વિધાલય માં બનેલી ઘટના અંગે આજે ચિંતાતુર વાલીઓ શાળાએ રજુઆત કરવા દોડી આવ્યાં હતાં.
કેશોદના બસસ્ટેન્ડ પાસે મહેશ નગર વિસ્તારમાં આવેલ જી ડી વાછાણી કન્યા વિધાલય માં ભોગ બનેલી વિધાર્થીનીઓ ના વાલીઓ એ રજુઆત કરવામાં આવતાં શાળાનાં આચાર્ય એ સ્વબચાવમાં જણાવ્યું હતું કે વર્ગમાં રીપેરીંગ કામ ચાલું હોવાના કારણે વિજ પાવર બંધ હોય ગરમીનાં કારણે વિધાર્થીનીઓ ને ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્ર્વાસ રુધાવા લાગ્યો હતો. કેશોદના જી ડી વાછાણી કન્યા વિધાલય માં બનેલાં બનાવ અંગે વાલીઓ નો આક્ષેપ હતો કે કલાસરૂમ ની ક્ષમતા મુજબ પંખા ન હોવાથી ઉપરાંત ધીમાં ફરતાં હોવાથી શ્ર્વાસોશ્ર્વાસ ની તકલીફ થતાં શિક્ષકોને ફરિયાદ કરી બહાર બગીચામાં બેસાડવાં વિધાર્થીનીઓ એ રજુઆત કરી હતી પરંતુ વિધાર્થીનીઓ ને વર્ગખંડમાં જ બેસવા મજબુર કરતાં સમગ્ર ઘટના બની હતી. કેશોદમાં દીકરીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી જૂની સંસ્થામાં બેદરકારી નો કિસ્સો બહાર આવતાં વાલીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)