કેશોદમાં ગણેશ ચતુર્થીની જોરશોરથી ઉજવણી માટે ભગવાન ગણેશની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં તરફ.

કેશોદ

કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ સમય એવો હોય છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે. ગણેશજી ભક્તોના દુ:ખ દુર કરી તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.ગણેશ ઉત્સવની રાહ ભાવિકો ભકતો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે.

જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે. ગણેશોત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થી તારીખ ૭/૯/૨૦૨૪ થી શરૂ થઈ તારીખ ૧૬ /૯/૨૦૨૪ આનંદ ચૌદશ દશ દિવસ સુધી ચાલશે. કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ બનાવનારા કારીગરો આખરી ઓપ આપી રહ્યાં છે અને કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી દશ દિવસ સુધી પુજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કરવા આયોજક યુવક મંડળ વિવિધ ગૃપ દ્રારા પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે શ્રધ્ધાળુ પરિવારો પોતાના ઘરમાં પણ મૂર્તિ ની સ્થાપના કરી પુજા અર્ચના કરે છે. કેશોદ શહેર આવનારા દિવસોમાં ગણેશમય બની જશે.

અહેવાલ :- રાવલિયા મધુ કેશોદ