કેશોદમાં ગણેશોત્સવ નિમિત્તે આહિર મહારાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

કેશોદ

કેશોદ શહેરમાં જુદાં જુદાં વિસ્તારમાં ધામધુમથી ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં વાજતેગાજતે ગણેશ ચતુર્થી ના દિવસે જોલી પાર્ક યુવક મંડળ દ્વારા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મુર્તિની સ્થાપના કરવામાં આવી છે.

જોલી પાર્ક આયોજીત ગણેશોત્સવ મા દ્રારકા ખાતે યોજાયેલા મહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જોલી પાર્ક વિસ્તારમાં વસવાટ કરતી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રો દાગીના પહેરીને મહારાસ નું રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગણપતિ દાદાના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. જોલી પાર્ક યુવક મંડળ આયોજિત ગણેશોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ મહારાસ નિહાળવા આસપાસના રહીશો ઉમટી પડ્યા હતાં. કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં ગણેશોત્સવ મા દરરોજ બપોરે શિવશક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો અને રાધાષ્ટમી ના દિવસે દાન રાસ અને અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના અમૃતનગર મેઈન રોડ પર છેવાડે આવેલ જોલી પાર્ક સોસાયટીમાં રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે અને બાળકો માટે વિવિધ પ્રકારના વ્યંજનો સાથે નાસ્તો અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવે છે. કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવ થી એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)