કેશોદમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

કેશોદ

કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી રણછોડજી મંદિર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આયોજિત શોભાયાત્રા માંગરોળ રોડ રણછોડજી મંદિર ખાતેથી ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સહિત વિવિધ સંસ્થાઓ અને વેપારી સંગઠનો ના હોદેદારો કાર્યકરોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદના શરદચોક, આંબાવાડી, બગીચા પાસે, પુરોહિત બ્રોડીગ, મહેન્દ્રસિંહ ચોક, નારાયણનગર, અમૃત નગર ,પટેલ મીલ રોડ, કાપડ બજાર, માંગરોળ રોડ પરથી શ્રી રણછોડજી મંદિર ખાતે પુર્ણ થયેલી હતી. કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગોપી ગૌસેવા ગૃપ, રાધે ધુન મંડળ અને લોહાણા ક્રાંતિ સેના ના યુવાનો દ્વારા જુદાં જુદાં મુખ્ય ચોક વિસ્તારમાં બાંધવામાં આવેલ મટકીઓ ફોડવામાં આવી હતી. કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા પસાર થતાં ભાવિકો ભકતો દ્વારા આવકારવામાં આવેલ હતી અને વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા ના રૂટમાં ઠંડા પીણાં પ્રસાદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં ધજા પતાકાઓ લગાડી ગોકુળીયુ વાતાવરણ બની ગયું હતું.

કેશોદ શહેરમાં શોભાયાત્રા સાથે ભારત વિકાસ પરીષદ દ્વારા વેશભૂષામાં બાળકો સાથે સુશોભિત વાહન અને શ્રી રણછોડજી મંદિર દ્વારા સુશોભિત રથ જોડાયાં હતાં. કેશોદ વિસ્તારમાં સવારથી ઝરમર પડતાં વરસાદ સાથે ભીંજાતા ભીંજાતા ભાવિકો ભકતો ડીજે ના તાલે રાસગરબા રમી નાચતાં નાચતાં શોભાયાત્રામાં જય કનૈયા લાલકી ના નાદ સાથે કૃષ્ણમય બની ગયાં હતાં. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર શોભાયાત્રામાં પુરતો બંદોબસ્ત જાળવ્યો હતો. કેશોદના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમી અને સોમવાર સાથે હોય વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદ શહેરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ શ્રી રણછોડજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં નીકળેલી શોભાયાત્રા નું સંચાલન ઉદઘોષક ડૉક્ટર ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)