કેશોદમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના રસગ્યરાયજી ના યજ્ઞોપવિત પ્રસ્તાવ પ્રસંગે શહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો…

કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો પસાર થતાં વૈષ્ણવો ભાવવિભોર બની નાચી ઉઠયા…

કેશોદ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ના લાડીલા ગૌસ્વામી મુરલીધર લાલજી (રસગ્ય રાયજી)મહારાજના જનોઈ પ્રસ્તાવ ને લઈ કેશોદ શહેરમાં નીકળેલ બિનેકી (વરઘોડો ) હાથી ઘોડા અને વૈષ્ણવોના જયકર સાથે સહિતની મુખ્ય બજારોમાં થઈ પ્રસ્તાવ સ્થળે પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ના અનુયાયીઓ મોટી માત્રામાં હોય અને પુષ્ટિમાર્ગ સંપ્રદાય ના જેઓને સાક્ષાત મહાપ્રભુજી નું સ્વરૂપ મનાય એવા ગૌસ્વામી આચાર્ય ને ત્યાં કોઈ પ્રસંગ એટલે વૈષ્ણવ સમાજ માં હરખ ની હેલી ઉભરાઈ ત્યારે કેશોદ શહેર માં પ્રથમ વખત જ ચોપાસની,જામનગર અને જૂનાગઢ ગાદીના નિત્ય લીલાસ્થ વ્રજભૂષણ લાલજી ના પૌત્ર અને નિત્ય લીલાસ્થ વિઠ્ઠલનાથજીના લાલ શ્રી ઉત્સવ લાલજી મહારાજના પ્રથમ આત્મજ શ્રી મુરલીધરજી (રસગ્ય રાયજી) ની જનોઈ પ્રસ્તાવ કેશોદ શહેરમાં યોજવાનો હોય છેલા એકાદ મહિના થી વધુ સમય થી સમગ્ર કેશોદ શહેરના વૈષ્ણવો માં હરખ ભેર તૈયારીઓને આખરી ઓપ બાદ આજે સાંજે વ્રજ ભુવન હવેલી ખાતેથી અતિ ભવ્ય બિનેકી (વરઘોડો) નીકળ્યો હતો જેમાં પુષ્ટિ સંપ્રદાયમાં પુરા ભારતમાંથી ગૌસ્વામી આચાર્યશ્રીઓ તથા સમગ્ર સોરઠભર ના વૈષ્ણવો હજારોની સંખ્યામાં જોડાયા હતા અને દરેક વૈષ્ણવો ધોતી બંડી તિલક અને કેસરી ઉપરણા તથા બહેનો કેસરી વસ્ત્રો પેહરી જોડાઈ હતી ત્યારે સમગ્ર શહેર ઉત્સાહમાં નજરે પડતું હતું બિનેકીમાં હાથી ઘોડા પાલખી રથ સહિત પુષ્ટિ સંપ્રદાયમાં હવેલી કીર્તનો ની રમઝટ સાથે નિકળ્યો હતો જે કેશોદ શહેરમાં વ્રજ ભુવન હવેલી થી મહેન્દ્ર સિંહ જી ચોક આંબાવાડી માંગરોળ રોડ થઈ પ્રસ્તાવ સ્થાને પહોંચ્યો હતો આ બિનેકી નું શહેરના જુદા જુદા ધાર્મિક સંગઠનો સામજિક સંસ્થાઓ તથા વેપારી આગ્રવો રાજકીય આગેવાનો દ્વારા ફુલ વર્ષા કરી થી સત્કાર કરવામાં આવેલ બાદમાં પ્રસ્તાવ સ્થળે પહોચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ .

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ