કેશોદમાં ફુલકાજળી વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓ એ કરી શિવ પુજા.

કેશોદ

પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારો અને વ્રત નો શ્રધ્ધા અને આસ્થાનો મહિનો ગણાય છે. કેશોદ શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ફુલ કાજળી વ્રત રાખનારી યુવતીઓ અને દીકરીઓ પુજા અર્ચના કરવા ઉમટી પડી હતી. ફુલકાજળી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યાં મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતાં. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે.પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય. સાજે સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવ થી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.

શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર’મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. કેશોદના જુદાં જુદાં વિસ્તારોમાં આવેલ શિવાલયોમાં સંધ્યાકાળે સુંદર આકર્ષક શૃંગાર કરવામાં આવે છે અને વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓ દર્શન કરી આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવે છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)