કેશોદ માં રહેતા અરવિંદ ગોંડલીયા નામના વ્યક્તિ એ ફ્લિપ કાર્ડ માંથી તેમના ઘરના માટે રૂ.799/-ની કિંમત ની સાડી મંગાવી હતી
ત્યારે ડિલિવરી બોય ડિલિવરી કરી પૈસા લઈ ચાલ્યો ગયો પાર્સલ મૂકી ભાઈ બાબા ને મજા ના હોય એટલે હોસ્પિટલ જઈ આવ્યા બાદ પાર્ષલ ખોલતા ગેરેજ માં ગાડી સાફ કરવા ના ગાભા જેવા ગાભા નિકળા એટલે તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે આવેલ ફોન માં રિંગ કરી જણાવ્યું કે મારી વસ્તુ મંગાવેલ હતી એ નીકળી નથી અને આમ આવું નીકળું છે તો જવાબ એવો મળ્યો કે અમે તો ટપાલી કહેવાય તમારી વસ્તુ આવી હોય તે આપી જઈએ,
ત્યારે મેઇન ઓફીસ નો સંપર્ક કરતા ફ્લિપ કાર્ડ માંથી આ મંગાવેલ સાડી કેન્સલ થઈ ગયેલ અને તેની જગ્યાએ કોઈ અધર કમ્પની એ આ મોકલી ગોટાળો કરેલ છે અને તેને મીડિયા દ્વારા રૂબરૂ વાત કરતા કેશોદ ના સ્ટોર પર બેસેલા લોકો દ્વારા જે નમબર ધારક ડિલિવરી બોય છે તેને છુટા કરવામાં આવેલ છે કારણ ફ્રોડ તો આવા લોકો પાસેથી ફ્લિપ કાર્ડ હોય કે કોઈ પણ શોપિંગ એપ ના નામે કોઈ વસ્તુ મંગાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે
તમે કોઈપણ વસ્તુ મંગાવો તો ડિલિવરી બોય ની સામેજ ખોલી અને ચેક કરો અને પછી જ પેમેન્ટ કરો જેથી ફ્રોડ થતા અટકી શકે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)