.ગત રોજ વેરાવળ રોડ પર આઠ નંદી ના મૃત્યુ બાદ આજે માંગરોડ રોડ પર કેવદ્રા ના પાટીયા પાસે વધુ ચાર નંદીઓ ના મોત થયા છે.કેશોદમાં બે દિવસમાં કુલ બાર જેટલા નંદીઓ ના મોત નીપજતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે તો બીજી તરફ જોઈએ તો તમામ નંદીઓ ને કોઈ દ્વારા ખોરાકની અંદર ઝેરી પધાથૅ ભેળવી ખોરાક ખવડાવેલ હોવાનું જાણવા મળ્યું હોય અને તે ખોરાક ને ખાવાથી તળફળીયા મારી ને તેઓના મૃત્યુ થયા હોવાની ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે હાલતો મૃત્યુ અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મૃતક આઠ નંદીઓ ના ગઇકાલે પી. એમ. માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી પી. એમ. રિપોર્ટ આવ્યો ના હોવાના કારણે આ મૃત્યુ વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ પી. એમ. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ અંગેનું કારણ ચોક્કસ બહાર આવશે તેમ મનાય છે ત્યારે આ બાબતે સત્ય હકીકત બહાર આવે તેવી પોલીસે ને પણ પશુ પ્રેમી લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને વધુ માં બંને જગ્યા પર અલગ અલગ નંદીઓ ના મોત ને લઇ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે ત્યારે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલ : રાવલિયા મધુ ( કેશોદ)