કેશોદમાં શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું!

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા સુંદર વાડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવી આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ની આજ્ઞા અને આશીર્વાદ થી શહીદ દિન નિમિત્તે કેન્સર પીડિત તેમજ થેલેસિમિયા ગ્રસ્ત દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું
કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ભાજપ પ્રવીણભાઈ ભાલારા, ડોક્ટર વિપુલ પટેલ, ભારત વિકાસ પરિષદના ડો સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, આર પી સોલંકી, આઝાદ ના પ્રમુખ હમીરસિંહ વાળા, રતિભાઈ ભાલોડીયા, ઘનશ્યામ પટોડીયા, જીતેન્દ્ર ગોટેચા ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ
સરદાર પટેલ વેલેન્ટરિ બ્લડ બેન્ક ના સંજય કુંભાણી અને તેમની ટીમના સહયોગથી યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં 43 બોટલ રક્ત મેળવવામાં આવેલ હતું

અહેવાલ : રાવલિયા મધુ કેશોદ