કેશોદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 38મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો!!

કેશોદના જુના પ્લોટ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 38મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં જલયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી વિનોદકુમાર નારણદાસ ગોટેચા ના સુપુત્ર કેયુર ગોટેચા તથા પૌત્ર વિહાન અને આહાન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર પાટોત્સવની શરૂઆત સવારે મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ શ્રી ઘનશ્યામ મહારાજના હરિભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો. ધૂન-ભજન-કીર્તન બાદ ભવ્ય અન્નકૂટ દર્શન અને આરતી યોજાઈ હતી. બપોરે સમસ્ત હરિભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. આ સમારોહનું સંપૂર્ણ આયોજન સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાએ કર્યું હતું.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ.