જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર શ્રી મેસર્સ કે.એમ.ઓડેદરા ને વર્ક ઓર્ડર આપ્યાના હાલ અંદાજે ૨-માસ પુર્ણ થયેલ હોવા છતા કોન્ટ્રાકટરશ્રી ધ્વારા ઘણા સ્થળ પર કામગીરી હાથ ધરેલ નથી. જે બાબતે કોન્ટ્રાકટરશ્રી મેસર્સ કે.એમ.ઓડેદરાને અવાર-નવાર મહાનગરપાલિકા,જૂનાગઢની બાંધકામ શાખા ધ્વારા તેમજ વોર્ડના એન્જીનિયરશ્રી ધ્વારા ટેલીફોનીક તેમજ મૌખીક સુચના આપવા છતા પણ કોન્ટ્રાકટરશ્રી ધ્વારા કામ ચાલુ કરવામાં આવેલ નહી જેથી તેઓને દિવસ-૦ર માં સ્થળ પર કામગીરી ચાલુ કરવા માટે નોટિસ આપવામાં આવેલ તેમજ ચાલુ કરેલ કામગીરી ઝડપથી પુર્ણ કરવા તેમજ શા માટે કોન્ટ્રાકટરશ્રીને બ્લેક લીસ્ટ ન કરવા બાબતેનો ખુલાસો માંગવામાં આવેલ તેમછતા તેઓ ધ્વારા ચાલુ કરેલ કામગીરી માન. કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા થતા કોન્ટ્રાકટરશ્રીને અપાયેલ વર્ક ઓર્ડરના સમયથી આજદિન સુધીની કામની પ્રગતિ ઘણી ઓછી જણાય છે.
જેથી સરકારશ્રી ધ્વારા ફાળવેલ ગ્રાન્ટનો સમયસર વપરાશ થયેલ નથી, જે ખુબ જ ગંભીર બાબત છે,જે ધ્યાને લઇ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા કોન્ટ્રાકટર શ્રી મેસર્સ કે.એમ.ઓડેદરાને કામ પ્રત્યેની લાપરવાહી સબબ ટેન્ડર નિયમોનુસાર રકમ રૂા.૫,૦૦,૦૦૦/ પાંચ લાખનો દંડ આપવામાં આવેલ છે. તેમજ આ બાબતે કોન્ટ્રાકટરશ્રી મેસર્સ કે.એમ.ઓડેદરાની કોઈ રજુઆત કરવાની હોય તો દિવસ-૦ર માં અત્રેની કચેરીએ લેખીતમાં ખુલાસો મહાનગર સેવા સદનની કચેરી ખાતે રજુ કરવા જણાવવામાં આવેલ, અન્યથા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવા ગંભીરપણે નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)