આજ રોજ આરોગ્ય શાખા જીલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ” જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ ” બેઠક નું આયોજન કલેકટર કચેરી સભાખંડ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતું.
આ સ્વાસ્થ્ય પરિષદ નો મુખ્ય ધ્યેય આરોગ્ય વિષયક મુદાઓ માટે સ્થાનિક પરિબળ ને બહુઆયામી દ્રષ્ટીકોણથી સમજી પરિચર્ચા કરી તેના નિરાકરણ અર્થે નીતિનું ઘડતર કરવાનો છે આ પરિષદ જીલ્લા ક્લેકટરશ્રી અનિલકુમાર રાણાવલિયાના અધય્ક્ષ સ્થાને કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ માં તમામ વિભાગ અને એન.જી.ઓ દ્વારા ઉત્સાહ અને સકારાત્મક રીતે ભાગ લેવામાં આવેલ અને આરોગ્ય વિષયક મુદાઓ પર માર્ગદર્શન , ઉપાય અને ભવિષ્યના આયોજનની ચર્ચા કરવામાં આવી.
ખાસ કરીને માતા મરણ અને બાળ લગ્ન નાં અટકાયતી પગલા, સંચારી રોગના સઘન અટકાયતી પગલા , બિનસંચારી રોગો અંગે જાગૃતતા અને તેના નિદાન સગર્ભા અને કિશોરીઓ માં એનેમીયા નું પ્રમાણ ઘટાડવા અંગે તમામ ના માર્ગદર્શન અને સુચનાં નું સકારાત્મક આદાન પ્રદાન કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અલ્પેશ સાલ્વી, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા પંચાયત ની અન્ય વિભાગના અધિકારીશ્રી, જીલ્લા આરોગ્ય શાખાના તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જીલ્લાના સ્વેછીક સંસ્થાઓ જેવી કે આશીર્વાદ ફાઉન્ડેશન, રીઝવાન ફાઉન્ડેશન, આગાખાન સંસ્થા, અંજલી એજ્યુકેશન ટ્રસ્ટ, નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ, જીલ્લા મહિલા મંડળ અને વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)