ખેડબ્રહ્મા અંબિકા કોમ્પલેક્ષની 26 દુકાનોને નગરપાલિકાએ ફટકારી નોટિસ. દુકાનો આગળ ફૂટપાથ પરના દબાણો અને શેડ દૂર કરવા એક અઠવાડિયાની આપેલ મહેતલ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે અને તેના લીધે નાના વાહનો તથા રાહદારીઓને અવર જવર કરવામાં મુશ્કેલીનો કરવાનો વારો આવી રહ્યો છે આ બાબતે અવાર નવાર ટ્રાફિક અંગે રજુવાતો કરવા છતાં કોઈ જ નક્કર પરિમાણ આવી રહ્યું નથી અને લગત તંત્ર કુંભકર્ણની ભર નિંદ્રામાં પોઢી રહ્યું છે, તેવા સમયે ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર સાવન રતાણીએ ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી ખેડબ્રમા નગરપાલિકાની અંબિકા કોમ્પલેક્ષ (બસસ્ટેન્ડ પાસે) પાસેની ૨૬ દુકાનોની આગળ રાહદારીઓને અવર-જવર કરવા માટે બનાવવામાં આવેલ *ફુટપાથ ઉપર દુકાનદારો તરફથી શેડ બનાવી દુકાનનો માલ-સામાન મૂકી ફૂટપાથની બિન અધિકૃત જગ્યા રોકી ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા હોવાને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલી સર્જાય છે આ સિવાય દુકાનોની સામેની સાઈડે પણ શાકભાજીની લારિવાળા વેપારીઓ પણ પોતાની લારિયાઓ રસ્તા ઉપર ઊભી રાખવાથી પણ ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે જે લોકોને પણ ત્યાંથી ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

આમ બાબતે નગરપાલિકા તરફથી દુકાનદારોને પોતાનું દબાણ એક અઠવાડિયા માં સત્વરે દૂર કરવા નોટીસ આપવામાં આવી છે અને ફુટપાથ પરનું દબાણ ખુલ્લું કરવા તથા દુકાન આગળ ફૂટપાથ ઉપર બનાવેલ શેડ દુર કરવા નોટિસ રૂપી સૂચના આપી જણાવેલ છે કે જો ઉપરોકત સમય મર્યાદામાં દુકાનદારો તરફથી પોતાની જાતે દબાણ દૂર કરવામાં નહિ આવે તો તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય નગર પાલિકા તરફથી બનાવેલ શેડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને થનાર ખર્ચ દુકાનદારો પાસેથી વસૂલ કરવામાં આવશે. હવે નગરપાલિકા તરફથી દબાણ દૂર કરવાની નોટિસ તો આપી છે પરંતુ તેનો અમલ કેટલો કારગત નીવડે છે તે તો સમય જ બતાવશે.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)