ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આરતી અને દર્શન સોમવાર 9- 9 -24 થી મંગળા આરતી સવારે 6:30 કલાકે અને રાત્રે દર્શન 10 કલાક સુધી થશે.

સાબરકાંઠા

ભાદરવી પૂનમને અનુલક્ષીને ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદીનો સમય આ પ્રમાણે રહેશે.ભાદરવા સુદ છઠને સોમવાર 9- 9 -24 થી મંગળા આરતી સવારે 6:30 કલાકે અને રાત્રે દર્શન 10 કલાક સુધી થશે.ભાદરવા સુદ તેરસ સોમવાર તારીખ 16 -9- 24 થી ભાદરવા સુદ પૂનમને બુધવાર 18- 9 -24 સુધી રાત્રે દર્શન 12 કલાક સુધી થશે.ભાદરવા સુદ  પૂનમને બુધવારના 18-9-24 ના રોજ સવારે મંગળા આરતી છ કલાકે થશે અને આખો દિવસ અને રાત્રે 12 કલાક સુધી દર્શન કરી શકાશે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ સાબરકાંઠા (ખેડબ્રહ્મા)