ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર તા.૨૪/૦૯/૨૪ના રોજ રહેશે બંધ. દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન.

ખેડબ્રહ્મા

Advertisement

નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર આગામી ૨૪/૦૯/૨૦૨૪ ને મંગળવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ દિવસે મંદિરમાં પ્રક્ષાલન વિધિ (મંદિર સફાઈ કામ) હોવાથી મંદિર સવારે ૮-૩૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી બંધ રહેશે સદર તારીખે મંદિર સવારે ૬-૫૦ કલાકે ખુલેશે અને આરતી સવારે ૭-૦૦ વાગે કરવામાં આવશે, દર્શન ૭-૦૦ વાગ્યેથી ૮-૧૫ સુધી થઈ શકશે. પક્ષાલન વિધિ ૮-૩૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ કલાક સુધી ચાલશે. જેથી આ તારીખે અને દિવસે માઈભક્તો ૬-૦૦ વાગ્યા પછી દર્શનનો લાભ લઇ શકશે. આરતી સાંજે ૭-૦૦ વાગ્યે કરવામાં આવશે. તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ રાબેતા મુજબ ખુલ્લું રહેશે અને માઈભક્તો દર્શનનો લાભ લઈ શકશે જેની સર્વે ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવી.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)

Advertisement