સાબરકાંઠા
સાબરકાંઠામાં પ્રખ્યાત અને માતાજીના ઉત્પત્તિ સ્થાન તરીકે ગણાતું ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર માઈભક્તો માટે આસ્થાનું એક કેન્દ્ર બનતું જાય છે ત્યારે મોટી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારથી દર્શનાર્થે આવતા માઈ ભક્તો પોતાની માનેલ માનતા પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં અનેક પ્રકારની દાન દક્ષિણા અર્પણ કરી માનતા પૂરી કરતા હોય છે. આ ઉપરાત અહી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે અને દર્શન કરી અહીથી મોટા અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે. હાલમાં આસોની નવરાત્રી ચાલી રહી છે તેવા સમયે માતાજીને મંદિર ટ્રસ્ટ તરફથી નવીન બનાવેલ ૬૬૦.૪૩ ગ્રામનો સુવર્ણ મુગુટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૫૩ લાખ ૧૨ હજાર ૫૭૨ હોવાની માહિતી આપી હતી. માતાજીના ત્રણ મુગુટ હોવા ઉપરાંત આ ચોથો મુગુટ માતાજીને અર્પણ કરાયો છે.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)