ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે હવનનું કરવામાં આવેલ આયોજન. મોટી સંખ્યામાં આઠમના દર્શન કરવા ઉમટ્યા માઈભક્તો

સાબરકાંઠા

ચૈત્રી નોરતાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમા નોરતા નિમિત્તે આઠમના હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરપટાગણમા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક યજ્ઞ પ્રગટાવી સ્લોકોનું વિધિવત પઠન કરી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. સવારે મંદિર પ્રશાસન તથા માઈભક્તો દ્વારા મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા કરી હવનના યજ્ઞની શરૂવાત કરવામાં આવી હતી. મંદિર પ્રમુખ જયદીપસિંહ રાઠોડ દ્વારા યજ્ઞની વિધિ કરવામાં આવી હતી જે આખો દિવસ ચાલી હતી. સાંજે ૪-૩૦ કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને આઠમના હોમનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબિકા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને માઈભક્તો દ્વારા શ્રીફળ હોમવાની શરૂવાત કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં માઈભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા અને આઠમના હવનનો તથા માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે દિલીપસિંહ કુંપાવત, જયંતીભાઈ પટેલ, પરસોતમભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી હાજર રહ્યા હતા. આમ મંદિરમાં આઠમના હવનનું અનેરું અને આગવું મહત્વ રહેલું છે અને આ દિવસે માઈભક્તો જરૂરથી આઠમના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)