ખેડબ્રહ્મા ખાતે આખલાઓની ખુલ્લી ચેલેન્જ, રસ્તાઓ વચ્ચે કરીશું દ્વન્ધ યુદ્ધ, જીવના જોખમે રસ્તો પસાર કરતા લોકો

ખેડબ્રહ્મા ખાતે જાણે કે આખલાઓને ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ જાહેર રસ્તાઓ, ગલીઓમાં યુદ્ધે ચડી તોફાનો કરતા દૃશ્યો નજરે પડી રહ્યા છે, અવાર નવાર જાહેર રસ્તાઓમાં લડતા આખલાઓથી અગાઉ પણ રાહદારીઓ અને વાહન ચાલકોને નુકશાન થવાના બનાવો બની ગયા છે પરંતુ તંત્ર જાણે કે, નજર અંદાજ કરી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું હોવાની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બે આખલાઓ જાહેર રસ્તા વચ્ચે તોફાને ચડ્યા હતા અને જીવના જોખમે રસ્તો પસાર કરતા લોકો નજરે પડી રહ્યા હતા. આવા સમયે કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

જોકે આજુબાજુના વેપારી મિત્ર દ્વારા અગમચેતી વાપરી લાકડીના પ્રહારે ભગાવી યુદ્ધ કરતા આખલાઓને ભગાડ્યા હતા, પરંતુ મળતી માહિતી મુજબ તોફાને ચઢેલા આખલો વચ્ચે માંડ માંડ બે બાળકીઓ બચી ગઈ હતી અને કોઈ અજુગતી ઘટના બની ન હતી, લોકો ઇચ્છી રહ્યા છે કે નગરપાલિકા આવા આખાલોને પકડી પાંજરે પુરી લોકોના જાનમાલને સુરક્ષિત કરે તેમ માની રહ્યા છે.

અહેવાલ.- ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)