સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંડલના તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી જેમાં તમામ પ્રદેશ, જિલ્લા, તાલુકાના સહકાર, સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ સન્માન સમારોહમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપા મંડલના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ અને ખેડબ્રહ્મા શહેર ભાજપા મંડલના પ્રમુખ તરીકે બ્રીજેશભાઈ બારોટની નિમણુક કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોએ નવ નિયુક્ત પ્રમુખોની વરણીને આવકારી હતી અને તેમને ફૂલહાર, શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.. આ સમારોહમાં પૂર્વ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, લુકેશભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ રામભાઇ તરાર, મુળજીભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો.ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)