ખેડબ્રહ્મા માર્કેટયાર્ડની સામાન્ય સભામાં વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી.

સાબરકાંઠા

ખેડબ્રહ્મા ખાતે માર્કેટયાર્ડની સામાન્ય સભા યોજાઈ જેમાં એજન્ડા મુજબ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ચેતનકુમાર હસમુખભાઈ (દેવાભાઈ) મહેતા અને ડાહ્યાભાઈ ફલજીભાઈ પટેલે ઉમેદવારી નોંધાઈ હતી. મતદાન અને મત ગણતરી પ્રક્રિયા માર્કેટ યાર્ડના સેક્રેટરી રાહુલ એમ.પટેલ દ્વારા હાથ ધરવામાં હતી. યોજાયેલ ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે ચેતનકુમાર હસમુખભાઈ મહેતા વિજેતા જાહેર થતા માર્કેટયાર્ડના ચેરમેન હીરાભાઈ લવજીભાઈ પટેલ તથા હાલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા અન્ય ડિરેક્ટરોએ વિજેતા વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.સાથે ખેડબ્રહ્મા શહેરના ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ તથા જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી ઉપસ્થિત રહીને નિયુક્ત ચેરમેનને અભિનંદન પાઠ્ય હતા

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)