ખેડબ્રહ્માના તાંદલિયા ખાતે નિષ્કલંકી નારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

સાબરકાંઠાના ખેડબ્રહ્માના તાદલિયા ખાતે ભગવાન નિષ્કલંકી નારાયણના મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પધારેલ સંતો મહંતો દ્વારા કરાવેલ આશિર્વચનોના રસપાનનો લાહ્વો લઈ ધન્યતા અનુભવી હતી. પહેલી જાન્યુઆરીના રોજ ખેડબ્રહ્મા તાલુકાના તાંદલીયા કંપામાં આવેલ ભગવાન નિષ્કલંકી નારાયણનું એક કરોડના ખર્ચે નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આદ્યશક્તિ અને ત્રિદેવ જ્યોત પ્રાગટ્ય તથા ઘટપાટની સ્થાપના કરી કરવામાં આવી હતી.. આ પ્રસંગે મહારાષ્ટ્રથી મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજ, વડોદરા જિલ્લા સંત સમિતિના અધ્યક્ષ શિવરામદાસજી મહારાજ, નિષ્કલંકી ધામ નખત્રાણાથી શાંતિ પ્રિયદાસજી મહારાજ, કચ્છ કાદિયા મોટાથી મહામંડલેશ્વર દિવ્યાનંદ હરિજી મહારાજ, પાવનધામથી સંત ચંદુબાપા, ખંભાતથી સંત છગનબાપા, પ્રેરણાપીઠથી સંત પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ, પૂજ્ય સંત રતિબાપા, તત્વચિંતક આર. કે. પટેલ, સંત મણીરામ મહારાજ, સંત પંકજદાસજી મહારાજ, યજ્ઞાચાર્ય શાંતિ ભગત ઉપસ્થિત રહ્યા હતા. આવેલ સંતો મહંતોને શાલ અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ સુપરવાઇઝર પ્રફુલચંદ્ર કે પટેલે કયું હતું

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)