સાબરકાંઠાના ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પર આવેલ નવીન માર્કેટ યાર્ડની દુકાન નંબર – ૬૨ માં સરકારશ્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે આપવામાં આવતી સરસ્વતી સાધના યોજના માટેની સાયકલોનો જથ્થો બંધ દુકાનમાં ધૂળ ખાઈ રહેલ જોવા મળી રહ્યો છે. સરકારની સદર યોજના હેઠળ શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને આ સાયકલો આપતી હોય છે તેવા સમયે આ સરકારી સાયકલો માર્કેટ યાર્ડ ખાતે કેવી રીતે પહોંચી અને કેમ સમયસર શાળાઓના વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી તેવા પ્રશ્નો લોક ચર્ચાએ ચર્ચાઈ રહ્યા છે.
અહી મુકવામા આવેલ સાયકલોનો ધૂળ ખાતો જથ્થો કોની મહેરબાનીથી પહોંચ્યો તે સવાલ છે. બીજું કે સાયકલો નહિ વિતરણ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે ?? આ સિવાય સાયકલો વિતરણ કરવા માટે મુકેલ છે કે ખાનગી વેચાણ કરવા માટે ?? વિતરણ કરવા માટે મુકેલ હોય તો અત્યાર સુધી શાળાની દીકરીઓ સુધી કેમ સાયકલો પહોંચી નથી જેવા અનેક પ્રશ્નો સવાલો ઊભા કરી રહ્યા છે. આ બાબતે સરકારી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો સરકારી સાયકલો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)