ખેડબ્રહ્માના હિંગટિયા ગામે *સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ સાથે સામૂહિક સ્વસ્છતા સફાઈ કાર્યક્રમનું થયું આયોજન

સાબરકાંઠા

ખેડબ્રહ્મા તાલુકાના હિંગટિયા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો હતો. જેમાં ખેડબ્રહ્મા વિધાનસભા સીટના માજી ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલની અધ્યક્ષતામાં સ્વભાવ સ્વસ્છતા, સંસ્કાર સ્વસ્છતા અભિયાનની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાલ, તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ પટેલ, મામલતદાર એન. ડી. પરમાર, શિવાભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિરજીભાઈ, શેનાભાઈ, લીલાભાઇ ચૌહાણ, તાલુકા પંચાયત માજી કારોબારી અધ્યક્ષ શામળભાઇ પટેલ,નવજીભાઈ તથા તલાટી કમ મંત્રી સુનિલભાઈ પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)