ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ખેરગામ

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી.ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખેરગામના વાડ ગામની મુખ્ય પ્રાથિમક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું હતું.જેમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની 25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા, વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા, વિભાગ -૫ (અ) આપત્તિ વ્યવસ્થાપન (બ)કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપનમાં ફુડ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ જામનપાડા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી. જેમને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું.તે ઉપરાંત ભાગ લીધેલ તમામ શાળાઓને પણ ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમારંભના ઉદ્ઘાટક ધારા સભ્ય નરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા,તાલુકા પૂર્વ પ્રમુખ સંપતભાઇ પટેલ,સરપંચ અંજલીબેન,વાડ ગામનાં આગેવાન ચેતનભાઈ પટેલ,દિનેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ લેક્ચરર, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી,મનીષભાઈ કે. પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તા.પં. ખેરગામ,વિજયકુમાર એમ. પટેલ બી.આર.સી.કો.ઓ. ખેરગામ, ઈનચાર્જ કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી સહ સંઘના હોદ્દેદારો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, સીઆરસી કો.ઓશ્રીઓ, બીઆરપી, ખેરગામ બીઆરસી ભવન સ્ટાફ, શાળા પરિવાર / તથા SMC વાડ પ્રાથમિક શાળા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)